તમામ નિયમોનું પાલન થતું હોય રિન્યુનો સમયગાળો લાંબો રાખવામાં આવે તો નાના ધંધાર્થીઓને રાહત મળે : ફટાકડા એસોસિએશનમોરબી : મોરબી જિલ્લાના ફટાકડા એસોસિએશન દ્વારા ફટાકડાનું લાયસન્સ બે વર્ષને બદલે પાંચ વર્ષ માટે રીન્યુ કરી આપવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. જેમાં એસોસિએશનના પ્રમુખ નીતિનભાઈ પોપટ, ઉપપ્રમુખ મનીષભાઈ વાઘડિયા, સેક્રેટરી વિપુલભાઈ ટોલિયા, ટ્રેઝરર પરેશભાઈ હીરાણી સહિતના અગ્રણીઓ તેમજ ફટાકડાનું ટ્રેડિંગ કરતા ધંધાર્થીઓ જોડાયા હતા. આ રજુઆતમાં જણાવાયુ હતું કે મોરબી જીલ્લાના આશરે ૫૦ થી ૬૦ દુકાનદારો ફટાકડાનું નાના પાયે ટ્રેડીંગ કરી પરીવારનું ગુજરાન ચલાવીએ છીએ. ફટાકડા ટ્રેડીંગ માટે વખતો વખત સુધાર્યા પ્રમાણેના અધિનિયમ અથવા તે હેઠળ ઘડેલા નિયમોને આધીન દર બે વર્ષના સમય માટે જ ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે. આમ, ફટાકડા ટ્રેડીંગ દુકાનદારો / લાયસન્સ હોલ્ડરો સરકારના તમામ નિયમોનું અક્ષરશ: પાલન કરે છે. ફટાકડા એ પેટ્રોલ કે ડીઝલની માફક આપોઆપ સળગી ઉઠે એવો જવલનશીલ પદાર્થ નથી. ફટાકડા ટ્રેડીંગ લાયસન્સ હોલ્ડરો ફાયર સેફટીના તમામ નિયમોનું સરકારની સુચના મુજબ પાલન કરે છે. દુકાનદારો /લાયસન્સ હોલ્ડરો નાની એવી દુકાનમાં જરૂરી ફાયર સેફટી માટેના ફાયર મોડયુલર, સીઝફાયરના બાટલા, પાણી, રેતી જેવા સાધનો ધરાવે જ છે અને સમય અનુસાર રીન્યુ પણ કરાવતા રહે છે. ફાયર વર્કસ (મેન્યુફેકચરીંગ+મેગેઝીન) અને ફાયર ક્રેકર ટ્રેડીંગ માટે અલગ અર્થઘટન હોવું જોઈએ જે ન હોવાથી અધિકારીઓને અર્થઘટન કરવામાં અસમંજસ થતી હોવાથી, ફાયર ક્રેકર ટ્રેડીંગ વાળાઓ માટે અલગ અધિકાર / પરિપત્ર આપવામાં આવે તેવી માંગ છે.કોઈ દુકાનદાર ફટાકડા બનાવવા કે મેગેઝીન મેન્યુફેકચરીંગ કરતા નથી કે જેમાં અમારે પાણીના સંગ્રહ માટે ૫૦૦૦ કે ૧૦,૦૦૦ લીટર ટાંકાની જરૂરીયાત ઉભી થાય. તેમ છતાં અમારી દુકાનમાં કોઈપણ કારણોસર આગ લાગે તો તેને બુઝાવવા માટે પાણી સંગ્રહીત વ્યવસ્થા રાખેલ જ હોય છે જેમાં જાનહાની થવાની કોઈ જ શકયતા રહેતી નથી. તે ઉપરાંત અમારી દુકાન જ એટલી નાની હોય છે કે ૫૦૦૦ કે ૧૦,૦૦૦ લીટર કેપેસીટીની ક્ષમતા ધરાવતો પાણીનો ટાંકો રાખવો શકય જ નથી. હાલમાં સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અમોને માત્ર બે વર્ષ માટે જ ફટાકડાનું લાયસન્સ રીન્યુ કરવામાં આવે છે.જે પાંચ વર્ષ માટે કરી આપવામાં આવે. જે ગુજરાતના ઘણા શહેરોમાં કરી આપવામાં જ આવે તેવી માંગ છે.