વાંકાનેર : ક્ષત્રિય સમાજ અને રાજપુત સમાજ પરસોત્તમ રૂપાલાની લોકસભા બેઠકની ટિકિટ રદ કરવા અડગ છે. ઠેર ઠેર રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના ખેરવા ગામમાં પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધમાં બેનરો લગાવી ભાજપના નેતાઓને પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.સમસ્ત ખેરવા ગામ રાજપુત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરવામાં આવે ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ ખેરવા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવું ફરમાન કરી ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવી પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે.