મોરબી : બંગાવડી ગામે તા.14 સપ્ટેમ્બરના રોજ સવારે 9.00 વાગ્યે રામાપીરના પગલા ધોવાનો કાર્યક્રમ અને રાત્રે 9.30 સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સંતવાણીમાં સુંદરદાસ બાપુ ભજનની રમઝટ બોલાવવાના છે. આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા ભાવિકોને પડાયા પરિવાર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.