મોરબી : મોરબીના નાની વાવડી ગામે આવેલ સુપ્રસિદ્ધ દશા માના મંદિરે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડો નહિ યોજાઈ. ભાવિકોને માત્ર દર્શન કરવાની જ છૂટ આપવામાં આવી છે. મોરબીમાં આ વર્ષે પણ ધાર્મિક સ્થાનકોએ જન્માષ્ટમીની સદાયથી ઉજવણી થવાની છે. ત્યારે નાની વાવડી ગામે આવેલ દશા માના મંદિરે પણ દર વર્ષે સ્વયંભૂ મેળાવડો થતો હોય અને ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે. જે આ વર્ષે નહિ યોજવાનું ગ્રામજનો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત અહીં બેથી ત્રણ પોલીસ જવાનોનો બંદોબસ્ત મુકવા માટે પણ પોલીસ વિભાગને રજુઆત કરાઈ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..