વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધમલપર ગામમાં રામ ટેકરી જોગજતી હનુમાનજીની ગુફાની જગ્યા ખાતે જોગજતી ગ્રુપ દ્વારા રણછોડદાસ બાપુની 34મી પુણ્યતિથિ નિમિત્તે તા. 4 માર્ચના રોજ સવારે 8 કલાકે મારુતિ યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 4-30 કલાકે બીડુ હોમાશે. સાંજે 6 વાગ્યે મહાપ્રસાદ તથા રાત્રે 10 કલાકે સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ તકે આયોજકો દ્વારા ભજન, ભોજન, આનંદ, સંસ્કાર મુલક પ્રસંગે ધર્મલાભ લેવા ભાવિકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.