વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ મોરબી દ્વારા વિજયા દશમી પર્વ નિમિત્તે રાત્રે 9 કલાકે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ યોજાશેમોરબી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા નવરાત્રિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શસ્ત્રપૂજનના સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દુર્ગાવાહિની મોરબી જિલ્લા દ્વારા તા. ૨૮/૦૯/૨૦૨૫, રવિવારના રોજ છઠ્ઠા નોરતાના શુભ દિવસે ઉમા વિદ્યા સંકુલ, મોરબી ખાતે દુર્ગા માતાની આરાધનાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન શક્તિ સાધના કેન્દ્રની દીકરીઓ દ્વારા નવદુર્ગા માતાના સ્વરૂપો વિશે જાણકારી આપવામાં આવી હતી. દીકરીઓએ શક્તિ, ભક્તિ અને વિજયનું પ્રતીક એવી દુર્ગા માતાની આરાધના રૂપે દુર્ગા સપ્તશતીના પાઠ, માતાજીના ગરબા અને રાસ રજૂ કર્યા હતા. આ ઉપરાંત, તમામ દીકરીઓ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને અંતમાં તલવાર રાસ રજૂ કરાયો હતો.આ ઉપરાંત આજે તારીખ ૩૦/૦૯/૨૦૨૫ (દુર્ગા અષ્ટમી) ના રોજ દુર્ગાવાહિની સ્થાપના દિવસ નિમિત્તે જય માતાજી ગરબી મંડળ, લખધીરવાસ ચોક, મોરબી ખાતે રાત્રે ૧૧ કલાકે દુર્ગાવાહિનીની દીકરીઓ દ્વારા તલવાર રાસનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ મોરબી દ્વારા વિજયા દશમી પર્વ નિમિત્તે શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તા. ૦૧/૧૦/૨૦૨૫, બુધવારના રોજ રાત્રે ૯ વાગ્યે છત્રપતિ શિવાજી સર્કલ (જેલ ચોક), મોરબી ખાતે યોજાશે, જેમાં તમામ કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા જણાવાયું છે.વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ હળવદ પ્રખંડ દ્વારા પણ નવરાત્રિ પર્વ નિમિત્તે હળવદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ કષ્ટભંજન ગરબી મંડળ (ગોરી દરવાજા), રામદેવપીર ગરબી મંડળ (કુંભાર દરવાજા) અને પીઠડમાં ગરબી મંડળ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી બાપુ અને બજરંગ દળ ગુજરાત ક્ષેત્રના સંયોજક તથા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત સહમંત્રી ભાવેશભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.