30 સપ્ટેમ્બર સુધી ચાલે તેટલો પીવાના પાણીનો જથ્થો અનામત રાખીને બાકીનો સિંચાઈ માટે છોડાશે મોરબી : વરસાદ ખેચાવાની પ્રવર્તમાન સ્થિતીમાં ખેડૂતોના ઊભા પાકને બચાવવા રાજ્યના ડેમ-જળાશયોમાંથી સિંચાઇ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વરસાદના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાય રહી છે. તેવામાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તા.૩૦મી સપ્ટેમ્બર સુધીનો પીવાના પાણીનો જથ્થો જળાશયોમાં અનામત રાખીને બાકીના પાણીનો જથ્થો ખેડૂતોના ઊભા પાકને બચાવવા તાત્કાલિક અસરથી છોડવામાં આવે. આ માટે મુખ્યમંત્રીએ જળસંપત્તિ વિભાગને સૂચના આપી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..