મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાના આજે નવા માત્ર 5 જ કેસ નોંધાયા છે. સાથે કોરોનાના 12 દર્દીઓ આજે રિકવર પણ થયા છે. જેથી એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. મોરબી જિલ્લામાં આજે આરોગ્ય વિભાગ દ્વારા 734 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 5 જેટલા દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મોરબી ગ્રામ્યમાં 2, વાંકાનેર ગ્રામ્યમાં 1, હળવદ ગ્રામ્યમાં 1 અને ટંકારા ગ્રામ્યમાં 1 કેસ નોંધાયો છે. આ સાથે આજે 12 દર્દીઓ રિકવર થયા છે. જેમાં મોરબી તાલુકાના 10, વાંકાનેર તાલુકાના 1 અને ટંકારા તાલુકાના 1 દર્દીનો સમાવેશ થાય છે. આજની સ્થિતિએ એક્ટિવ કેસ ઘટીને 88 થયા છે.