પાવરયાળી અને જુનાઘૂંટુ રોડ પર રહેતા બે શ્રમિકોને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી રિપોર્ટ માટે સેમ્પલ મોકલાયા હતા : રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો : આજે લેવાયેલા બે બાળકો સહિતના પાંચ શંકાસ્પદ વ્યક્તિના રિપોર્ટ કાલે આવશે મોરબી : મોરબીમાં એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ગઈકાલે મંગળવારે વધુ બે લોકોને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ રિપોર્ટ માટે જામનગર મોકલવામાં આવ્યા હતા. જેમના આજે રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રમાં રાહત થઈ હતી. જોકે આજે ઉમા ટાઉનશીપના 3 સહિત કુલ પાંચ શંકાસ્પદ વ્યક્તિના રિપોર્ટ કાલે ગુરુવારે સાંજે આવશે. મોરબીના પાવરયાળી નજીક અને જૂના ઘુટુ રોડ પર સિમ્પોલોમાં રહેતા બે શ્રમિકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા મંગળવારે મોરબી સિવિલ હોસ્પિટલના ડોકટરોએ બંને ને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી દીધા હતા. અને પાવરયાળી નજીક રહેતા 24 વર્ષના અને સિમ્પોલોમાં રહેતા 20 વર્ષના મજૂરના સેમ્પલ લઈ જામનગર કોરોનાના રિપોર્ટ માટે મોકલાવ્યા હતા. જે બન્ને શ્રમિકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે મોરબી જિલ્લામાં હજુ એક જ પોઝિટિવ કેસ નોંધાયો છે.અને ત્યાર પોઝિટિવ દર્દી અશોકભાઇ સિદ્ધપરાના પત્ની સહિતના શંકાસ્પદ લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જોકે આજે બુધવારે બે બાળકો અને બે વૃદ્ધ અને એક યુવાન સહિત કુલ પાંચ વ્યક્તિમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેમાં ઉમા ટાઉનશીપમાં રેહતા 3 લોકોનો પણ સમાવેશ થાય છે. જેમના રિપોર્ટ કાલે ગુરુવારે સાંજ સુધીમાં આવાની શકયતા છે. ત્યારે આ અઠવાડિયું મોરબી માટે હજુ ગંભીર છે. જેથી લોકોને ઘરમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/