શહેરમાં શાક-ભાજીથી લઈ ખાણીપીણીના ધંધાર્થી એવા રેકડી - કેબિન ધારકો માટે હવે વેપારનો માર્ગ મોકળોમોરબી : મોરબી મહાનગર પાલિકા દ્વારા શહેરમાં રોજે રોજનું કમાઈ ખાતા વર્ગ માટે રાહતરૂપ નિર્ણય લઈ શહેરમાં અલગ અલગ જગ્યાએ છ સ્થળોએ હોકર્સ ઝોન જાહેર કરી શાકભાજીથી લઈ ખાણીપીણીના ધંધાર્થીઓ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા હોકર્સ ઝોનની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઉભા રહી ધંધાર્થીઓ પોતાના ધંધા આસાનીથી કરી શકશે.મોરબી શહેરમાં સફાઈ અને દબાણ બાબતે કડકાઈથી કામ કરી રહેલ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રોડ પર ઉભી રહેતી આડેધડ લારીઓ અને પાથરણા વારાને દૂર કરીને હોકર્સ ઝોન બનાવવામાં નિર્ણય લેવાયો છે જેમાં લારીઓના દબાણો દૂર થઇ જતા શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં પણ મહદંશે ઘટાડો થયેલો જોવા મળે છે. સાથે જ આ ખાણીપીણી સહિતના ધંધાર્થીઓને લાભ મળે તે માટે હોકર્સ ઝોનની શરૂઆત કરી છે.મહાનગરપાલિકા દ્વારા સરદારબાગ સામેનું ગ્રાઉન્ડમા સવારે 135 જેટલા શાકભાજી વાળા અને દિવસના 25 જેટલા કેરી વાળા વેપાર કરતા હોવાનું નોંધી અહીં હોકર્સ ઝોન જાહેર કર્યો છે. સાથે જ માધાપર ચોકમાં 69 જેટલા શાકભાજી અને અન્ય ધંધાર્થી તેમજ ગાંધી ચોક - સવારે 5 અને રાત્રે -5 અને નરસંગ ટેકરી મંદિર - 29 શાકભાજી વાળા તેમજ કુળદેવી પાન પાસે સામા કાંઠે - 27 શાકભાજી વાળાઓ તેમજ બેઠાપુલ ઉપર 9 જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓ માટે હોકર્સ ઝોનની શરૂઆત કરી છે.હોકર્સ ઝોન માટે મહાનગરપાલિકા દ્વારા એક લારીનું ભાડું મહિને 1500+ ટેક્ષ મળી 1700 જયારે કેરી વેંચતા ફેરિયાઓ માટે 5000+ ટેક્ષ મળી 5900 જેવું વસુલવામાં આવશે તેમ જાહેર કરી મહાનગરપાલિકા વિસ્તારમાં હવે કેરી, તરબૂચ, શેરડી કોઈ પણ પ્રકારની લારી દ્વારા વેપાર કરવો હશે તો તેની મંજૂરી લેવી ફરજીયાત કરી છે. જો મંજૂરી વગર હશે તો તેની લારીઓ જપ્તકરી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે.દબાણ હટાવ શાખા બે પાળીમાં કાર્ય કરશેમહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા આવા દબાણ કર્તાઓને શરૂઆતમાં ચેતવણી અને દંડ આપી છોડી દેવામાં આવતા પરંતુ મે મહિનાથી એમાં કડક હાથે કામગીરી કરવામાં આવૈ રહી છે અને 2 પાળીમાં આ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં સવારે 8 થી 4 અને સાંજે 4 થી રાત્રીના 12 સુધી કાર્યવાહી કરી અત્યાર સુધી આવી 50 જેટલી લારીઓ જપ્ત કરી તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે