જયદીપ એન્ડ કંપની આયોજિત કોરોના રેપીડ ટેસ્ટમાં રાહત જનક સમાચાર : મોટા ખીજડિયામાં 52 લોકોના ટેસ્ટ કરાતા 4 પોઝિટિવ મોરબી : મોરબીના ભળીયાદ કાંટે આજે જયદીપ એન્ડ કંપનીના સહયોગથી યોજાયેલ કોરોના રેપીડ ટેસ્ટમાં 75 લોકોના ટેસ્ટ કરાતા માત્ર 1 કેસ પોઝિટિવ આવ્યો હતો જ્યારે મોટા ખીજડિયા ગામે 52 લોકોના ટેસ્ટ કરાતા માત્ર 4 લોકો જ પોઝિટિવ આવતા મોરબીને રાહતજનક સમાચાર સાંપડ્યા છે. આજરોજ જયદીપ એન્ડ કંપની ગ્રુપના દિલુભા જાડેજા મોરબી, વવાણીયાના સહયોગથી ભડીયાદ કાંટા પાસે કોરોના રેપિડ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૫ લોકોએ રેપિડ ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી એક જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને બાકી બધા જ લોકોના રિપોર્ટ નેગેટિવ આવતા મોરબીમાં કોરોના હાંફયો હોવાના સંકેત મળ્યા હતા. આ કેમ્પમાં મોરબી વોર્ડ નંબર 4ના કાઉન્સિલર સુરેશભાઈ સિરોહિયા, મનુભાઈ બરાસરા, બળવંત ભાઈ સનાળીયા તથા ભડિયાદ ગામના સરપંચ મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ, ઉપસરપંચ જયંતિભાઈ અઘરા, ગિરિરાજસિંહ ઝાલા, મુકેશભાઈ રામાનુજ તથા વિનોદભાઈ સનાળીયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત જયદીપ એન્ડ કંપની દ્વારા મોટા ખીજડિયા ગામે કોરોના રેપીડ ટેસ્ટ માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યાં 52 લોકોના ટેસ્ટ કરવામાં આવતા 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, આમ મોરબી જિલ્લામાં કોરોના હવે હાંફયો હોવાના સંકેત આજના બન્ને કેમ્પ ઉપરથી મળી રહ્યા છે.