મોરબી : બરવાળાની સરસ્વતી ભગવતી વિદ્યાલયના અંગ્રેજી વિષયના શિક્ષક દ્વારા લખવામાં આવેલ DEAR ENGLISH પુસ્તકનું આજ રોજ વિમોચન કરવામાં આવ્યું હતું.સરસ્વતી ભગવતી વિદ્યાલય - બરવાળા (બરવાળા હાઇસ્કુલમાં) અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ દેત્રોજા દ્વારા રચિત પુસ્તક DEAR ENGLISH નું આજે તારીખ 26 સપ્ટેમ્બરના રોજ અગ્રણી ઉદ્યોગપતિ, સમાજસેવક અને વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ટ્રસ્ટી અને પ્રમુખ જયંતીભાઈ પટેલ અને નિવૃત્ત અંગ્રેજી શિક્ષક, સમાજસેવક અને લેખક અબ્દુલભાઈ ભાલાળાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો, શિક્ષકો, વેપારીઓ, વ્યવસાયિકો, હાઉસવાઈફ અને અંગ્રેજી શીખવા માંગતા દરેક માટે ઉપયોગી થશે. આ પુસ્તક મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ છે. વધુ વિગત માટે અને પુસ્તક મેળવવા માટે લેખક અશ્વિનભાઈ દેત્રોજાનો સંપર્ક કરવા (99787 90909) જણાવાયું છે.