પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રૂપ માટેના આ રૂમના નિર્માણકાર્યમાં મદદરૂપ થવા સંસ્થા દ્વારા અનુરોધ મોરબી : મોરબીમાં પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રૂપ માટે સાઉન્ડ પ્રુફ રૂમ બનાવવામાં આવનાર છે. જે માટે અંદાજીત રૂ. ૧.૨૦ લાખનો ખર્ચ થનાર છે. આ માટે દાતાઓને અનુદાન આપવા માટે સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. મોરબીના લક્ષ્મીનગરમા આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ખાતે ચાલતા પ્રજ્ઞાચક્ષુ વાદ્યવૃંદ ગ્રુપ માટે એક ૨૫૦ ફૂટનો સાઉન્ડ પ્રુફ રૂમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લઈને ૧૨ નેત્રહીન ભાઈઓ પોતાની આવકમાં વધારો કરી શકશે. આ રૂમમાં બધી દીવાલો છત તથા નીચે ટાઇલ્સ બધું જ ગ્લાસ વોલથી બનાવવાનું છે. તેમજ રૂમમાં આવતા દરવાજા તથા બારીને પ્લાસ્ટર લગાડી બંધ કરવાના છે. સાથે રૂમમાં એક એસી ફીટ કરવાનું છે. આ સાઉન્ડ પ્રુફ રૂમ રાજકોટના મયંકભાઈ ભીમાણી જે પોતે સાઉન્ડ એન્જિનિયર છે તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થશે. આ સાઉન્ડ પ્રુફ રૂમનો અંદાજીત રૂ. ૧.૨૦ લાખ ખર્ચ થનાર છે. આ સત્કાર્યમાં ભાગીદાર બનીને અનુદાન આપવા માટે દાતાઓને હાતિમ એસ. રંગવાલા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en