મોરબી: મોરબીમાં વિપશ્યનાના જૂના સાધકો, જેમણે ઓછામાં ઓછી એક વખત 10-દિવસીય શિબિર પૂર્ણ કરેલ છે, તેમના માટે નિયમિત સમૂહ સાધનાનું આયોજન કરવામાં આવ્યું છે. સાધકો નિયમિત રીતે દિવસમાં ત્રણ જુદા જુદા સમયે એકઠા થઈને સાધનાનો લાભ લઈ શકે છે.આ સમૂહ સાધના મોરબીમાં બે અલગ-અલગ સ્થળોએ યોજાય છે. જેમાં સવારની સમૂહ સાધનાનું આયોજન 06:00 થી 07:00 વાગ્યા દરમિયાન ડૂલ્સ એન્ડ ડુડ્સ પ્રી સ્કૂલ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ તેમજ સાર્થક વિદ્યાલય, સામાં કાંઠે એમ બે સ્થળોએ કરાયું છે. તેમજ સાધકોની સુવિધા માટે સાંજે અને રાત્રે પણ સમૂહ સાધના ચાલુ રહે છે. સાંજે 06:30 થી 07:30 સાર્થક વિદ્યાલય, સામાં કાંઠે તેમજ રાત્રે 09:00 થી 10:00 વાગ્યા દરમિયાન ડૂલ્સ એન્ડ ડુડ્સ પ્રી સ્કૂલ, ઉમિયા સર્કલ પાસે, શનાળા રોડ, મોરબી ખાતે સમૂહ સાધનાનું આયોજન કરાયું છે.