મોરબી : મોરબી શહેરમાં છેલ્લા બે દિવસથી આયાતઅર્શ પ્રા.લી તથા રઝવી માનવ કલ્યાણ એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે રાહતદરે અનાજ કિટ વિતરણના સભ્યનું રજીસ્ટેશન કાર્ય ચાલુ હતુ. ત્યારે લોકોનો ધસારો અને ટ્રાફિક જોતા હાલ ગુજરાત સરકારના આદેશ અનુસાર કોરોના વાયરસની સલામતીના ભાગરુપે આગામી તા. 30 માર્ચ સુધી આ રજીસ્ટેશન કાર્ય મોકુફ રાખવામાં આવ્યુ છે. જેની જાહેર જનતાએ નોંધ લેવા આયોજકો એ અપીલ કરી છે.