હોટલ માલિકોએ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી યુઝર આઈડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનુ જાહેરનામું પ્રસિદ્ધ: 5 ઓગસ્ટ સુધી અમલમાં રહેશેમોરબી: મોરબી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગેથી કોલસા અને મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે. ઔદ્યોગિક દ્રષ્ટિએ મોરબી જિલ્લો ખૂબ જ મહત્વપૂર્ણ છે, જ્યાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સિરામિક ટાઇલ્સની ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવરજવર સતત રહે છે. લઘુ ઉદ્યોગોમાં પણ મોરબી શહેર મોખરે છે. આથી, સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને અગત્યના ઇનપુટ અંગે મહત્વની માહિતી મળી રહે તે માટે 'પથિક' સોફ્ટવેરની અમલવારી કરવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. જે. ખાચર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ જાહેરનામા મુજબ, મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી તમામ હોટલો અને ગેસ્ટ હાઉસ ખાતે રાજ્ય, દેશ કે વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગતો 'પથિક' સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ ફરજિયાત નોંધીને અપલોડ કરવાની રહેશે. આ સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અધીક્ષકની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ, 3જો માળ, રૂમ નં. 206, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરીને યુઝર આઈડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે.આ પ્રતિબંધાત્મક જાહેરનામું આગામી 5 ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.શું છે 'પથિક' સોફ્ટવેર?'પથિક' (PATHIK - Programme for Analysis of Travellers and Hotel Informatics) સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સિક્યોર વેબ પોર્ટલ છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકાય છે. આ સિસ્ટમમાં જોડાવા માટે કોઈ નવી હોટલમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા માટે સ્થળ પર જવાની જરૂર નથી. મુખ્ય કાર્યાલય દ્વારા હોટલની રજીસ્ટ્રેશન માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ અને પાસવર્ડ આપતા હોટલ સીધી આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે, પરિણામે ટેકનોલોજીની મદદથી કોઈપણ ગુનો બનતો અટકાવી શકાય છે અથવા બનેલા ગુનાને ઉકેલવામાં તે મહત્વપૂર્ણ કડી સાબિત થાય છે.#Morbi #MorbiNews #MorbiUpdate #PathikSoftware #HotelRegistration #MorbiPolice #GujaratNews #CrimeBranch