મોરબી: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે ઘઉંની ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાનો મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે હેતુથી ઓનલાઇન નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ પ્રક્રિયા તા. 01/03/2026 ના રોજ પૂર્ણ થતી હતી, જે હવે વધારીને તા. 27/03/2026 સુધી લંબાવવામાં આવી છે.ટેકાના ભાવ અને ખરીદીની વિગત:ભારત સરકાર દ્વારા રવિ સીઝન 2026-27 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ રૂ. 2585/- પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખરીદી કરવામાં આવશે.નોંધણી માટે જરૂરી દસ્તાવેજો:ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પદ્ધતિથી નોંધણી કરાવવાની રહેશે. નોંધણી સમયે નીચે મુજબના દસ્તાવેજો સાથે રાખવા: • આધાર કાર્ડની નકલ • અદ્યતન ગામ નમૂનો 7/12 અને 8-અ • જો પાકની વાવણીની એન્ટ્રી ન થઈ હોય તો તલાટીનો સહી-સિક્કા વાળો દાખલો • બેંક પાસબુક અથવા કેન્સલ ચેકની નકલખાસ નોંધ: • નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદીની તારીખ અંગેની જાણ SMS મારફતે કરવામાં આવશે. • ખરીદીના સમયે પણ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન ફરજિયાત રહેશે. • ખોટા દસ્તાવેજો અપલોડ કરનાર અરજદારોની નોંધણી રદ કરવામાં આવશે.હેલ્પલાઇન નંબર:નોંધણી બાબતે કોઈ પણ મુશ્કેલી જણાય તો ખેડૂતો 85111 71718 અથવા 85111 71719 નંબર પર સંપર્ક કરી શકે છે. મોરબી જિલ્લાની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ.ના નાયબ જિલ્લા મેનેજર દ્વારા ખેડૂતોને આ મુદત વધારાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.#Morbi #WheatProcurement #MSP #FarmersUpdate #GujaratGovernment #MorbiUpdate #AgricultureNews #WheatPrice #DigitalGujarat