કલારસિકો હવે 30 ઓગસ્ટ સુધી ફોર્મ જમા કરાવી શકાશે, તાલુકા સેવા સદન ખાતે ફોર્મ સ્વીકારાશેમોરબી અપડેટ: મોરબી જિલ્લાની કલાપ્રતિભાઓને બિરદાવવા અને યોગ્ય મંચ પૂરું પાડવા માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 'કલા મહાકુંભ 2026-27' માં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અગાઉ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની પૂર્વ-નિયત છેલ્લી તારીખ 5 ઓગસ્ટ હતી, જેને લંબાવીને હવે 30 ઓગસ્ટ, 2026 કરવામાં આવી છે.ઈચ્છુક કલાકારો અને સ્પર્ધકોએ નિયત નમૂનાનું ફોર્મ, સ્પર્ધક તથા સહાયકના આધારકાર્ડની નકલ તેમજ બેંક પાસબુકની નકલ સાથે રાખી કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. 236/257, 2જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-2 ખાતે 30 ઓગસ્ટ, 2026 સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.તારીખ 30 ઓગસ્ટ પછી આવનાર અથવા અધૂરી વિગતવાળા ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં, જેથી તમામ કલારસિકોને સમયસર રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #KalaMahakumbh #YouthAndCulturalActivities #MorbiNews #GujaratNews