મોરબી : આગામી તારીખ 6 જાન્યુઆરી ને શનિવારના રોજ ભાજપા બક્ષીપંચ મોરચો સામાજિક સંકલન સેલ દ્વારા અને ઋષિવંશી સમાજ સેવા સંઘ મોરબી (વાળંદ સમાજ) આયોજિત મોરબી શહેર જિલ્લાના ઋષિવંશી સમાજ માટે વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાના રજિસ્ટ્રેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આગામી તા. 6 જાન્યુઆરીને શનિવારે સવારે 9થી બપોરે 2 વાગ્યા સુધી મોરબીના વાંકાનેર દરવાજા ખાતે ઝવેરી શેરીમાં આવેલ વાળંદ સમાજની વાડી ખાતે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજનાના રજિસ્ટ્રેશન માટેનો કેમ્પ યોજાશે. જેમાં મોરબી શહેર તેમજ જિલ્લામાં આસપાસમાં વસતા ઋષિવંશી નાયી વાળંદ સમાજના તમામ ભાઈઓ તથા બહેનોને ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ લેવા માટે સ્થળ પર આવો ત્યારે લોન, વાઉચર, સ્ટાઈપેન્ડની માહિતી રૂબરૂ કેમ્પમાં મળશે. કેમ્પમાં અવનારે જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક પાસબુકની ઝેરોક્ષ, આધાર કાર્ડ સાથે લિંક કરાવેલ મોબાઈલ નંબર, રેશનકાર્ડમાં નામ હોય તે તમામ સભ્યોના આધાર કાર્ડ સાથે લઈને આવવા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મહેશભાઈ સુરાણી મો. નં. 87369 54773નો સંપર્ક કરવા જણાવ્યું છે.