આરોપીઓને ઝડપી લેવા પોલીસે દરોડાઓ શરુ કર્યા ટંકારા : ટંકારાના પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ પર જોધપર ઝાલા ગામે બુટલેગરોએ સામુહિક હુમલો કરી દેતા 4 પોલીસકર્મીઓ સહિત 6 લોકો ઘવાયા હતા. બનાવને પગલે તમામ બ્રાન્ચનો પોલીસ કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. લગભગ 30 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં હાલ 7 આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ટંકારાના જોધપર ઝાલા ગામે પૂર્વ બાતમીના આધારે પોલીસ પાર્ટી બુટલેગરના મકાનમાં રેડ કરવા ગઈ હતી. તપાસઅર્થે ગયેલી ડી સ્ટાફની પોલીસ પાર્ટી પર બુટલેગરોએ એક સંપ કરી અચાનક હુમલો કરી દેતા અફડાતફડી મચી ગઈ હતી. બનાવને પગલે ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા.જોધપુર ઝાલા ગામે રહેતા અને અગાઉ દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે કુખ્યાત જયપાલસિંહ ઝાલાના ઘેર દારૂનો જથ્થો હોવાની પૂર્વ બાતમીના આધારે ટંકારા પોલીસની ડી.સ્ટાફની ટુકડી બુટલેગરના ઘેર ઘસી ગઈ હતી. પોલીસે જયપાલસિંહના ઘરમાં તપાસ શરૂ કરતા જ આશરે 30 શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું। જેણે પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. હુમલો થતા મામલો તંગ બની ગયો હતો. આ બનાવને લઈને પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા ટંકારા તથા મોરબી જિલ્લા પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. વધારાની પોલીસ કુમુક પહોંચે એ પહેલા ટોળાએ ચાર પોલીસમેનને બેફામ માર માર્યો હતો. હુમલામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી. તમામને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ડી.વાય.એસ.પી, એલસીબી, એસઓજીનો સ્ટાફ ગામમાં ઘસી ગયો હતો અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ટંકારાના જોધપર ઝાલા ગામે પૂર્વ બાતમીના આધારે પોલીસ પાર્ટી બુટલેગરના મકાનમાં રેડ કરવા ગઈ હતી. તપાસઅર્થે ગયેલી ડી સ્ટાફની પોલીસ પાર્ટી પર બુટલેગરોએ એક સંપ કરી અચાનક હુમલો કરી દેતા અફડાતફડી મચી ગઈ હતી. બનાવને પગલે ગામમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા હતા.જોધપુર ઝાલા ગામે રહેતા અને અગાઉ દારૂના ગુન્હામાં પોલીસ ચોપડે કુખ્યાત જયપાલસિંહ ઝાલાના ઘેર દારૂનો જથ્થો હોવાની પૂર્વ બાતમીના આધારે ટંકારા પોલીસની ડી.સ્ટાફની ટુકડી બુટલેગરના ઘેર ઘસી ગઈ હતી. પોલીસે જયપાલસિંહના ઘરમાં તપાસ શરૂ કરતા જ આશરે 30 શખ્સોનું ટોળું ઘસી આવ્યું હતું। જેણે પોલીસ પાર્ટી પર હુમલો કરી દીધો હતો. હુમલો થતા મામલો તંગ બની ગયો હતો. આ બનાવને લઈને પોલીસે કંટ્રોલ રૂમમાં જાણ કરતા ટંકારા તથા મોરબી જિલ્લા પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. વધારાની પોલીસ કુમુક પહોંચે એ પહેલા ટોળાએ ચાર પોલીસમેનને બેફામ માર માર્યો હતો. હુમલામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચી હતી. તમામને રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે ડી.વાય.એસ.પી, એલસીબી, એસઓજીનો સ્ટાફ ગામમાં ઘસી ગયો હતો અને ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચકચાર જગાવનાર આ બનાવમાં હાલ કુલ સાત આરોપીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. જેના નામજોગ પોલીસ પાર્ટી પર એકસંપ કરી હુમલો કરવાનો તેમજ ફરજમાં રુકાવટ કરવાનો સહિતના ગુન્હાની કલમ લગાવીને ફરિયાદ નોંધવામાં આવી છે. આ આરોપીઓમાં જયપાલસિંહ પ્રવિણસિંહ ઝાલા, પ્રદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા, શક્તિસિંહ હરદેવસિંહ ઝાલા, જસમત સોઢાભાઈ કોળી, અમરુ જીવણ કોળી, જયપાસિંહના માતા સહીત ચાર અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જીવણ કોળીના ઘેર રાખેલ દારૂના જથ્થાની તપાસ દરમિયાન જયપાલસિંહ અને પ્રદીપસિંહની આગેવાનીમાં લાકડી, ધોકા, પાઇપ અને પથ્થરોથી આ હુમલો કરાયો હોવાનું સામે આવી રહ્યું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne