મોરબી : આગામી જાન્યુઆરી માસમાં મોરબીના આંગણે યુવા જ્ઞાનોત્સવ-2020નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જુદા-જુદા વિષયો પર વકતૃત્વ સ્પર્ધા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. મોરબી યુવા જ્ઞાનોત્સવ સમિતિ દ્વારા આગામી તા. ૧૦થી ૧૨ જાન્યુઆરી દરમિયાન પટેલ સમાજ વાડી, મોરબી ખાતે મોરબી યુવા જ્ઞાનોત્સવ - 2020નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોરબી યુવા જ્ઞાનોત્સવ અંતર્ગત શાળા અને કોલેજોના છાત્રો તેમજ ઓપન કેટગરી અંતર્ગત જુદા-જુદા વય જૂથની કેટેગરીમાં વક્તૃત સ્પર્ધા તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જે અંતર્ગત વકતૃત્વ સ્પર્ધામાં ૧૫ વર્ષથી નીચેના વય જૂથમાં નીચે મુજબના વિષય રાખવામાં આવ્યા છે. 1. યે દેશ માંગે મોર... 2. મસાલ બનો..મિશાલ બનો.. 3. પર્યાવરણ જાળવણી અને વ્યક્તિગત દાયિત્વ 4. ટ્રાફિક નિયમોના લાભાલાભ ૧૫ વર્ષથી વધુ વયજુથ (શાળા-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે)ના વિષયો 1. રાષ્ટ્રીય એકતા અને અખંડીતતા માટે ઇતિહાસનો અભ્યાસ 2. આજનો યુવાન નૈતિક મૂલ્યો અને સામાજિક જવાબદારીઓ 3. આધુનિકતાના વ્યશને આંતરિક જગતને લૂણો લગાડ્યો 4. ફેશન પ્રગતિ કે અધોગતિ? એ જ રીતે ઓપન કેટેગરીમાં પણ 18 થી 35 વર્ષના તમામ લોકો માટે વર્તમાન સમયને વણીને વિષયો રાખવામાં આવ્યા છે. 1. વિભક્ત કુટુંબ: એક સામાજિક દુષણ 2. અધ્યાત્મની અરુચિ એટલે અધોગતિ 3. જ્ઞાનનો મહિમા 4. ગાંધી વિચાર દોહન (૧૫૦મી જન્મ જ્યંતી નિમિતે) ઉપરોક્ત તમામ વયજૂથની વકતૃત્વ સ્પર્ધાઓમાં ભાગ લેવા માંગતા વક્તાઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છતી શાળાઓએ આગામી તા.૧૫/૧૨/૨૦૧૯ પહેલા પોતાની એન્ટ્રી નીલકંઠ વિદ્યાલય,રવાપર રોડ, મોરબી અથવા વોટ્સઅપ નમ્બર ૯૮૨૫૯ ૧૩૩૩૪ ઉપર મોકલી આપવા યાદીમાં જણાવાયું છે. અને વધુ વિગત માટે દિનેશભાઇ વડસોલા (૯૮૨૫૯ ૧૩૩૩૪)નો સંપર્ક કરવો.