મિત્રની મશ્કરી કરતા અન્યના પેટમાં તેલ રેડાયું : પાવડાનો હાથો પણ માર્યો મોરબી : મોરબીના શનાળા ગામે પરિચિત મિત્રની મશ્કરી કરનાર યુવાનને અન્ય યુવાને મજાક મશ્કરી કેમ કરશ અહીં મજાક ન કરતો કહી જાતિ પ્રત્યે અપમાનિત કરી પાવડાના હાથા વડે માર મારતા યુવાને એટ્રોસિટી એકટ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા ગામે રહેતા નિતીનભાઇ ધનજીભાઇ સોલંકીએ શનાળા ગામે જ રહેતા શ્રીપાલસીંહ ક્રુષ્ણસીંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગઈકાલે પોતે ઘુનડા રોડ પર જીઇબી સામે નીકળતા તેમના પરિચિત એવા મિત્ર ત્યાં બેઠા હતા જેથી નિતિનભાઈએ તેમની મશ્કરી કરતા શ્રીપાલસિંહ વચ્ચે આવ્યા હતા. વધુમાં શ્રીપાલસિંહ નિતીનભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી કહ્યું હતું કે તું અહીં મશ્કરી કરતો નહિ જેથી નિતીનભાઈએ કહ્યું હતું કે અમારે બન્નેને મશ્કરી કરવાનો વ્યવહાર છે તમે વચ્ચે ન આવો આમ કહેવાથી શ્રીપાલસિંહ ઉશ્કેરાયા હતા અને શેરીમાં પડેલ પાવડાના હાથા વડે માર માર્યો હતો. આ ઘટના બાદ નીતિનભાઈ 108 મારફતે સારવારમાં ખસેડાયા હતા અને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪ તથા એટ્રોસીટી એકટ કલમ ૩(૧)(R)(S), ૩(૨)(૫)(A) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.