ધો. 10 પાસ માટે સુવર્ણ તક: પસંદ થયેલ ઉમેદવારોએ IIBF BC પરીક્ષા પાસ કરવાની રહેશે મોરબી: ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ની મોરબી બ્રાન્ચ દ્વારા મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેર તાલુકા માટે ઇન્ડિવિજ્યુઅલ બિઝનેસ કોરસપોન્ડન્ટ (BC) ની નિમણૂક પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ એક ફિલ્ડ જોબ છે. જેમાં મુખ્ય કાર્ય બેંકિંગ સેવાઓ અને વીમા ઉત્પાદનોનું વેચાણ કરવાનું રહેશે. એકાઉન્ટ ઓપન, મની ટ્રાન્સફર, તમામ પ્રકારના વીમા (જીવન, સામાન્ય, સ્વાસ્થ્ય, વાહન લગતા) અને આધાર એનેબલ પેમેન્ટ સેવાઓ પૂરી પાડવાની છે.• જરૂરી લાયકાત અને આવકઆ ભરતીમાં જોડાવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું 10 પાસ હોવો જરૂરી છે. આ નિમણૂક મોરબી, માળીયા, ટંકારા અને વાંકાનેર તાલુકા માટે જ કરવાની રહેશે. આ નોકરીમાં બેંકિંગ સેવાઓ અને વીમા ઉત્પાદનોના વેચાણ પર આકર્ષિત કમિશન આધારિત આવક મેળવી શકાશે. પસંદ થયેલ ઉમેદવારોએ IIBF BC પરીક્ષા પાસ કરવાની રહેશે.કેવી રીતે અરજી કરવી?રસ ધરાવતા અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ વધુ માહિતી માટે મુસ્તાક સુમરા (81418 78620) અથવા નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક સાધવા IPPB મોરબી બ્રાન્ચના સીનિયર મેનેજરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdate #IPPB #JobVacancy #Recruitment2026 #BankingJobs #Maliya #Tankara #Wankaner