ડિજિટલ મીડિયા અને કન્ટેન્ટ સર્જનમાં રસ ધરાવતા યુવાનો માટે ઉત્તમ અવસર: માસિક 35,000 પગારની તકમોરબી અપડેટ: સર્જનાત્મકતા અને ડિજિટલ કન્ટેન્ટ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા મોરબીના યુવાનો માટે એક શાનદાર રોજગારીની તક આવી છે. મોરબી ખાતે 'કન્ટેન્ટ ક્રિએટર' ની જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં પસંદગી પામનાર ઉમેદવારને માસિક 35,000 રૂપિયાનું આકર્ષક વેતન ચૂકવવામાં આવશે.આ ભરતી માટેની શૈક્ષણિક લાયકાત મુજબ ઉમેદવાર કોઈપણ વિષયમાં સ્નાતક (બેચલર ડિગ્રી) ધરાવતા હોવા જરૂરી છે. જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અથવા પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં કામ કરવાનો ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો પણ આવશ્યક છે. ડિજિટલ મીડિયા, કન્ટેન્ટ સર્જન અને ક્રિએટિવ ક્ષેત્રમાં રસ ધરાવતા તથા જરૂરી લાયકાત અને અનુભવ ધરાવતા યુવાનો માટે આ કારકિર્દી ઘડવાની એક ઉત્તમ તક છે.લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી અને જરૂરી પ્રમાણપત્રો સાથે આગામી તારીખ 10/09/2026 ને ગુરુવારના રોજ સવારે 11:30 કલાકે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે રૂબરૂ જિલ્લા માહિતી કચેરી, બીજો માળ, સોરડી, જિલ્લા સેવા સદન, મોરબી ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. આ ભરતી અંગેની અન્ય કોઈ વધુ માહિતી મેળવવા માટે ઉમેદવારો મોબાઈલ નંબર +91 96624 96487 પર સંપર્ક કરી શકે છે.#MorbiUpdate #JobUpdate #ContentCreator #MorbiJobs #JobVacancy #DigitalMedia #DistrictInformationOffice #MorbiNews #Morbi