ધોરણ 9 પાસ ઉમેદવારો 15 થી 25 ઓગસ્ટ સુધી એસ.પી. કચેરી ખાતે અરજી ફોર્મ મેળવી તથા જમા કરાવી શકશેમોરબી અપડેટ : મોરબી જિલ્લામાં સુવ્યવસ્થિત ટ્રાફિક નિયમન માટે મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા મોરબી શહેર, હળવદ શહેર અને વાંકાનેર શહેર માટે ટ્રાફિક બ્રિગેડ (TRB) સભ્યોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયામાં મોરબી, હળવદ અને વાંકાનેર વિસ્તારના યોગ્યતા ધરાવતા પુરુષ તેમજ મહિલા માનદ સેવકોની પસંદગી કરવામાં આવશે.ઉમેદવારો માટે જરૂરી લાયકાત અને શરતોઉંમર: 18 થી 40 વર્ષ વચ્ચેની વય મર્યાદા.શૈક્ષણિક લાયકાત: ઓછામાં ઓછું ધોરણ 9 પાસ.શારીરિક ઊંચાઈ: પુરુષ ઉમેદવારો માટે 5 ફૂટ 5 ઇંચ અને મહિલા ઉમેદવારો માટે 5 ફૂટ.રહેવાસી: મોરબી, હળવદ અથવા વાંકાનેર નગરપાલિકા/મહાનગરપાલિકા વિસ્તારના વતની હોવા જોઈએ.ચરિત્ર: ઉમેદવાર વિરુદ્ધ કોઈ પણ પ્રકારનો ગુનાહિત ઈતિહાસ કે ગુનો નોંધાયેલો હોવો જોઈએ નહીં.અરજી ફોર્મ મેળવવાનું અને જમા કરાવવાનું સરનામુંઆ અંગેનું નિયત અરજી ફોર્મ સો-ઓરડી રોડ પર કલેક્ટર કચેરીની બાજુમાં આવેલી પોલીસ અધીક્ષકની કચેરી, ટ્રાફિક શાખા (રૂમ નં-11) ખાતેથી મેળવી શકાશે.ઈચ્છુક અને યોગ્યતા ધરાવતા ઉમેદવારોએ પોતાના જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો સાથેનું ફોર્મ તા. 15/08/2026 થી તા. 25/08/2026 સુધીમાં એસ.પી. કચેરી, રૂમ નં-11, ટ્રાફિક શાખા ખાતે જમા કરાવવાનું રહેશે.#Morbi #MorbiUpdate #TRBHarti #MorbiPolice #Halvad #Wankaner #MorbiNews #JobAlert #GujaratPolice