નટરાજ કંપનીની પેન અને પેન્સિલ બોક્સમાં ભરવાનો મહિને 30 હજાર પગાર....પહેલા રૂ.620 ભરવાના, બેરોજગારો સાથે ઠગાઈ કરવાનો નવો કીમિયો મોરબી : ધારાસભ્યના ફોટો સાથે ઘરેબેઠા કામ કરવાની ઓફર આપતી પોસ્ટ સાયબર ફ્રોડનો નવો કીમિયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સાયબર ગઠિયા મહિને 30 હજાર પગારની લાલચ આપી બેરોજગારો પાસેથી પૈસા પડાવી લેતા હોવાનું ધ્યાને આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અનેક ફેસબુક ગ્રુપમાં મહેશ પટેલ અને જ્યોતિ પરમાર નામના આઇડીમાંથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના ફોટો સાથેની પોસ્ટ મુકવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે મારે દરેક જિલ્લામાં 20 લોકોની જરૂર છે. ઘરેથી કામ કરો ફકત જિલ્લાનું નામ વોટ્સએપ કરો આ સાથે મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યા છે. આવી જ રીતે ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીના ફોટો સાથેની પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. મોરબી અપડેટ દ્વારા આ પોસ્ટમાં આપેલા નંબર ઉપર ફોન કરવામાં આવતા સામેથી કોઈ હિન્દી ભાષી વ્યક્તિ બોલતા હતા. તેઓએ ફોન ઉપર વધુ કોઈ વાત ન કરી, વોટ્સએપમાં મેસેજ મોકલો એટલે ડિટેઇલ મોકલવામાં આવશે તેવો જવાબ આપ્યો હતો. વોટ્સએપમાં તેઓને મેસેજ મોકલતા તેઓએ કામની વિગતો આપી હતી. જેમાં આ સાયબર ગઠિયાઓ નટરાજ પેન્સિલ અને પેન બોક્સમાં ભરવાના કામની ઓફર આપી રહ્યા છે. જેમાં ઘરેબેઠા કામ કરી રૂ.30 હજાર પગારની ઓફર પણ આપવામાં આવી રહી છે. પણ આના માટે પહેલા રૂ.620 ભરવાનું કહેવામાં આવે છે. વધુમાં રાજકોટમાં બનેલા છેતરપીંડીના પ્રકરણોમાં પણ આ જ મોડેસ ઓપરેન્ડી વાપરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જો કે સાયબર ગઠિયાઓ માત્ર રૂ.620 લઈને અટકતા નથી. તેઓ ક્રમશઃ ટ્રેનિંગ, કંપની ચાર્જ સહિતના બહાનાઓ બતાવી 1થી 2 હજાર સુધીની રકમ માંગતા જ રહે છે. આમ ધારાસભ્યના ફોટોની મદદ લઇ સાયબર ગઠિયાઓએ સ્કેમ શરૂ કર્યો હોવાનું જણાય આવે છે. આ મામલે સાયબર ક્રાઈમ પીઆઇ રાકેશ પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. તેઓએ લોકોને સંદેશ આપતા કહ્યું કે સોશિયલ મીડિયામાં આવતી ભ્રામક જાહેરાતોથી લોકો ચેતતા રહે. કોઈ પણ જાહેરાતોમાં લલચાઇ ન જવું જોઈએ.સાયબર ગઠિયાઓ ભરતીની વિગતો સાથેના આવા ફોટો આપે છેમોરબી અપડેટના વાચકો જોગMorbi Updateની એન્ડ્રોઇડ એપ્લીકેશન અપડેટ કરવા વિનંતી..Morbi Update ની એપ્લિકેશન વાપરતા તમામ વાચકોને નમ્ર વિનંતી છે. આપ પ્લે સ્ટોરમાં જઈ Morbi Update લખી સર્ચ કરી Morbi Update ની એપ્લિકેશન અપડેટ કરી લેવી. નવા અપડેટ વર્ઝનમાં વધુ સારા ફિચર્સ સાથે આપ સરળતાથી આપણા મોરબી જિલ્લામાં સમાચારો સૌથી પ્રથમ આપણી એપ્લિકેશનમાં વાંચી શકો છો.Morbi Updateની નવી એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લીક કરો..play.google.com/store/apps/details?id=com.morbiupdate.news