જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ અને ડીડીઓ પરાગ ભગદેવ દ્વારા જિલ્લાના વિવિધ સ્થાનો પર રૂબરૂ મુલાકાત લઇ કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન અંગેનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે આજના દિવસે આ મહાઅભિયાનને મોરબી જિલ્લાની પ્રજાએ આવકારીને અત્યાર સુધીના વેક્સીનેશન અંગેના તમામ રેકર્ડ બ્રેક કરી બપોર સુધીમાં 15000થી વધુ લોકોને કોરોના વેક્સીન આપી ઇતિહાસ સર્જ્યો છે. આજે તા. ૧૭ સપ્ટેમ્બરના રોજ વેક્સીનેશન મહાઅભિયાન અંતર્ગત બપોરે એક વાગ્યાના રિપોર્ટ મુજબ ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ મેળવી લીધો છે. જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો છે. આમ, અત્યાર સુધી મોરબી જિલ્લામાં એક જ દિવસમાં અગાઉ ૧૨૫૦૦ વેક્સીનેશનનો રેકોર્ડ હતો. જે મોરબી જિલ્લાના પ્રજાજનોના સહયોગથી બપોરના એક વાગ્યાના રિપોર્ટ મુજબ રેકર્ડ બ્રેક થયો છે. સમગ્ર કામગીરી બદલ જિલ્લા વહિવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ આજ રીતે વેક્સીનેશનની કામગીરી વેગવંતી બની રહે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવાઇ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી રહ્યો છે. જેમાં પ્રજાનો સાથ સહકાર મળી રહ્યો છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..