મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ 17 નવેમ્બર ને શનિવારના રોજ આ સિઝનનો રેકોર્ડબ્રેક 39726 ક્વિન્ટલ એટલે કે 19860 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી ઉંચા ભાવ 1565 રૂપિયા પ્રતિમણ સુધી બોલાયા છે. આજે મોરબી માર્કેટિંગ યાર્ડમાં 138 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ હતી. ઘઉંના સૌથી ઉંચા ભાવ 580 રૂપિયા બોલાયા છે. તો તલના 2400, મગફળીના 1212, જીરુંના 3860, બાજરાના 510, સોયાબીનના 911, અડદના 1136, ચણાના 1059 અને કાળા તલના 4900 રૂપિયા સુધીના ભાવ બોલાયા છે. શાકભાજીમાં પ્રતિમણ લીલા મરચાના રૂપિયા 800, રીંગણાના 1500, કારેલાના 900, ગુવારના 1800, ભીંડાના 1400, ટમેટાના 800, કોબીજના 440, કાકડીના 800, લીંબુના 700, દુધીના 700 તથા સુક્કી ડુંગળીના ઊંચાભાવ રૂપિયા 300 સુધીના બોલાયા હતા.