ગત વર્ષની તુલનાએ વાવેતર વધતા આવકમાં 1.50 લાખ મણનો વધારો, જોકે ભાવમાં પ્રતિ મણ 30 થી 35 રૂપિયાનો ઘટાડો નોંધાયોમોરબી : ગત ખરીફ સીઝનમાં મોરબી જિલ્લામાં મગફળીની તુલનાએ કપાસનું વાવેતર વધુ થતા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા 5 મહિનામાં 10 લાખ મણ કપાસની આવક થઈ હતી. જે ગત વર્ષની તુલનાએ 1.50 લાખ મણ વધુ હોવાનું માર્કેટિંગ યાર્ડના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે. મહત્વનું છે કે, ખરીફ સીઝનમાં કપાસનું વિક્રમી વાવેતર થવા છતાં પણ ખેડૂતોને ગત વર્ષની તુલનાએ પ્રતિ મણ સરેરાશ 30 થી 35 રૂપિયા જેટલો ઓછો ભાવ મળ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં વર્ષ 2025-26 ની ખરીફ મોસમમાં સૌથી વધુ કપાસનું વાવેતર કરાયું હતું. ખરીફ મોસમમાં સમયસરના વરસાદને કારણે ખેડૂતોનો કપાસનો પાક ખૂબ સારો હતો. જો કે, દિવાળી બાદ કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના કપાસના પાકને નુકસાન થયું હતું. આમ છતાં પણ ખેડૂતોની મહેનત રંગ લાવતા ગત વર્ષની તુલનાએ આ વર્ષે ખેડૂતોએ 1.50 લાખ મણ વધુ કપાસ ઉત્પાદન કર્યો હતો.વર્ષ 2024-25 માં જિલ્લામાં કપાસનું કુલ ઉત્પાદન 1,68,321 મણ થયું હતું. જેની સામે વર્ષ 2025-26 ની ખરીફ મોસમમાં ખેડૂતોએ 2,03,511 મણ કપાસ માર્કેટિંગ યાર્ડમાં વેચાણ માટે ઠાલવ્યો હતો. મહત્વનું છે કે, ગત વર્ષમાં ખેડૂતોને કપાસના સરેરાશ 1416 રૂપિયા ભાવ ઉપજ્યા હતા. જેની તુલનાએ આ વર્ષે ખેડૂતોને સરેરાશ 1385 રૂપિયા ભાવ મળતા 30 થી 35 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.કપાસ વેચાણ વર્ષ 2025-26 ના આંકડા (મહિના મુજબ):સપ્ટેમ્બર: 5675 (આવક ક્વિન્ટલમાં) - 1255 (ભાવ)ઓક્ટોબર: 29363 (આવક ક્વિન્ટલમાં) - 1379 (ભાવ)નવેમ્બર: 68314 (આવક ક્વિન્ટલમાં) - 1388 (ભાવ)ડિસેમ્બર: 71316 (આવક ક્વિન્ટલમાં) - 1412 (ભાવ)જાન્યુઆરી: 1489 (આવક ક્વિન્ટલમાં)કુલ: 2,03,511 (આવક ક્વિન્ટલમાં) - 1385 (સરેરાશ ભાવ)કપાસ વેચાણ વર્ષ 2024-25 ના આંકડા (મહિના મુજબ):સપ્ટેમ્બર: 2152 (આવક ક્વિન્ટલમાં) - 1349 (ભાવ)ઓક્ટોબર: 38797 (આવક ક્વિન્ટલમાં) - 1470 (ભાવ)નવેમ્બર: 41909 (આવક ક્વિન્ટલમાં) - 1444 (ભાવ)ડિસેમ્બર: 57039 (આવક ક્વિન્ટલમાં) - 1404 (ભાવ)જાન્યુઆરી: 27424 (આવક ક્વિન્ટલમાં) - 1415 (ભાવ)#Morbi #MorbiUpdate #MorbiYard #CottonMarket #AgricultureNews #FarmerNews #MarketYard #CottonPrice #MorbiNews #GujaratAgriculture