રક્તદાતાઓનો ભારે ધસારો, બ્લડ બેગ અને સોય ખૂટી પડતાં લાંબી લાઈનો લાગીમોરબી : મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન અનોખી રીતે વિરોધ નોંધાવવા માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લીધો છે અને મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા છે. રક્તદાનનો તમામ રેકોર્ડ બ્રેક થઈ ગયો છે અને બુધવારે કુલ 5551 બોટલ રક્ત એકત્ર થઈ ચૂક્યું છે.રાત્રીના સમયે રક્તદાતાઓનો ધસારો એટલો બધો જોવા મળ્યો હતો કે બ્લડ બેંક પાસે બ્લડ બેગ, સોય સહિતનો જરૂરી મેડિકલ સામાન ખૂટી પડ્યો હતો. સાધન સામગ્રી ખૂટી પડવાના કારણે રક્તદાન કરવા આવેલા અનેક લોકોને રક્તદાન કર્યા વિના જ પરત ફરવું પડ્યું છે અને રક્તદાતાઓની લાંબી લાઈનો પણ લાગી હતી. આ અગવડતા બદલ જેતપરના ગ્રામજનો દ્વારા રક્તદાતાઓની માફી માંગવામાં આવી છે.રક્તદાન કરવા માટે હજુ પણ અનેક રક્તદાતાઓના નામ વેઇટિંગમાં ચાલી રહ્યા છે. રક્તદાતાઓના આ ભારે ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગ્રામજનો દ્વારા આજે ગુરુવારે પણ આ રક્તદાન કેમ્પ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ખેડૂત ભાઈઓ આજે સામાન ખૂટી જવાના કારણે રક્તદાન નથી કરી શક્યા, તેઓ આજે આ કેમ્પમાં જોડાઈને રક્તદાન કરી શકશે.#Morbi #Jetpar #BloodDonation #RecordBreak #FarmersProtest #BloodDonationCamp #MorbiUpdate #GujaratNews