કોરોના વાયરસના અનુસંધાને આ એપ્લિકેશન અત્યંત ઉપયોગી મોરબી : મોરબીનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડુતો પરિવારને આરોગ્યસેતુ એપ ડાઊનલોડ કરવા ભલામણ કરે છે. સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ ડી. એ. સરડવા અને વિષય નિષ્ણાંત – ડો. હેમાંગીબેન મહેતાની યાદી જણાવે છે કે ખેડુતો પરિવાર માટે – ભારતિય ક્રૃષિ અનુસંધાન પરિષદના પત્ર મુજબ આરોગ્ય સેતુ એપ્લીકેશન એન્ડ્રોઈડ મોબાઈલમાં ડાઉનલોડ કરવાની ભલામણ કરવામાં આવે છે. આ એપ ભારત દેશના તમામ લોકો જે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા હોય તેઓ ડાઉનલોડ કરી શકે છે. જેના માટે જરૂરી સૂચનો નીચે મુજબ છે. • આ એપના ઊપયોગ માટે ઈન્ટરનેટ જરૂરી છે. • આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં Aarogya Setu લખી, શોધીને ડાઉનલોડ કરી શકાય છે. • આ એપના યોગ્ય વપરાશ માટે લોકેશન અને બ્લુટુથ બન્ને ચાલુ રાખવાનું છે. • આ એપમાં તમારો મોબાઈલ નંબર નાખવાનો છે. • ત્યારબાદ તમને ઓટીપી આવશે તે નાંખવું, જેથી આ એપ કામ કરવા લાગશે. • આમાં 11 ભાષા છે. તેમાંથી તમે લોકો ગુજરાતી ભાષા પસંદ કરી શકો છો અને ત્યારબાદ તમારી માહીતી નાંખી સ્વ પરિક્ષણ કરી શકો છો. આ એપથી થતા ફાયદાઓ : • તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્ક માં આવ્યા છો કે કેમ? તે જણાવશે – એટલે કે નોટિફિકેશન આવશે. • આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતિ • COVID-19 ના સંક્રમણને લગતા જોખમો અને તેનું સચોટ વિવરણ • કોરોના વાયરસના લક્ષણોના આધારે સ્વ-પરિક્ષણની સુવિધા • દરેક રાજયોના હેલ્પડેસ્ક નંબર ઊપલબ્ધ છે. મોરબી જિલ્લાની કોરોના વાયરસની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ... https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ... https://www.facebook.com/morbiupdate/