અત્યારે લોકો સ્વાસ્થ્યપ્રદ અને સ્વાદિષ્ટ પણ હોય તેવી વાનગી ખાવા પર પ્રથમ પસંદગી ઉતારે છે. આવી જ એક વાનગી એટલે ઓટ્સ ઉત્તપમ. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેઓ માટે આ વાનગી સૌથી બેસ્ટ છે. ઓટ્સ ઉત્તપમ બ્રેકફાસ્ટમાં પણ ઝટપટ બનાવી શકાય છે. આ ઉત્તપમ સ્વાસ્થ્યપ્રદ, સ્વાદમાં પણ ચટાકેદાર અને બનાવવામાં પણ એટલા જ સરળ છે. તો ચાલો જાણીએ ઉત્તપમની સામગ્રી અને રેસીપી... ઓટ્સ ઉત્પમ બનાવવા માટે જરૂરી સામગ્રી : ઓટ્સ - 1 કપ સોજી - 1 કપ દહીં - અડધો કપ જરૂર મુજબ પાણી કોથમીર - 1 ચમચી કેપ્સીકમ - 1 ચમચી લીલા મરચા - 2 (બારીક સમારેલા) ડુંગળી - 1 (ઝીણી સમારેલી) ગાજર - 1 (બારીક સમારેલ) સરસવના દાણા - 1 ચમચી સ્વાદ માટે મીઠું ઓટ્સ ઉત્પમ બનાવવાની રીત: 1. સૌ પ્રથમ ઓટ્સ લો અને તેને પીસીને પાવડર બનાવી લો. 2. આ પછી તેમાં સોજી અને દહીં મિક્સ કરો. 3. પછી તેમાં જરૂર મુજબ પાણી મિક્સ કરો. 4. આ પછી તેમાં સરસવના દાણા, મીઠું મિક્સ કરો. 5. તેમાં તમામ બારીક સમારેલા શાકભાજી મિક્સ કરો. 6. પછી એક તપેલી લો અને તેમાં તેલ નાખો અને ઉત્તાપમનું ખીરું નાખો. 7. આ પછી તેને સારી રીતે બેક કરો. 8. તમારું ઉત્તાપમ તૈયાર છે અને તેને લીલી ચટણી સાથે સર્વ કરો.