આપણે બ્રેડની તો અનેક આઈટમ બનાવતા હોઇએ જ છીએ. એમાંની એક વાનગી એટલે ચીઝી ગાર્લિક બ્રેડ.ચીઝી ગાર્લિક બ્રેડ બાળકોથી લઈને મોટાઓને પણ ખૂબ જ પ્રિય હોય છે. તો આજે આપણે ઘરે જ બનતી બહાર જેવી ચીઝી ગાર્લિક બ્રેડની રેસીપી જાણીશું. આ ચીઝી ગાર્લિક બ્રેડ નાસ્તામાં ખાઈ શકાય છે, આવનારા મહેમાનોને પણ સર્વ કરી શકાય છે તેમજ બાળકોની પાર્ટી માટે પણ ખૂબ સારો નાસ્તો છે. તો ઝટપટ નોંધી લો ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી ..... ચીઝી ગાર્લિક બ્રેડ માટેની સામગ્રી:- બ્રેડ - 2 સ્લાઇસ લસણ - 1 ચમચી માખણ - 1 ચમચી ચીઝ - 1 ચમચી ચિલી ફ્લેક્સ - 1/2 ચમચી ઓરેગાનો - 1/2 ચમચી ચીઝી ગાર્લિક બ્રેડ રેસીપી:- ગાર્લિક બ્રેડ બનાવવા માટે લસણને છોલીને બારીક કાપો. હવે લસણમાં બટર ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. બ્રેડની સ્લાઈસ પર લસણનું માખણ લગાવો અને ઉપર ચીઝ નાખો. હવે તવાને ગરમ કરો અને બ્રેડ પર બટર લગાવો. ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન ગેસની ફ્લેમ મધ્યમ રાખવી જોઈએ. બ્રેડને પ્લેટ વડે ઢાંકી દો, જેથી ચીઝ બરાબર ઓગળી જાય. નીચેથી બ્રેડ બળી રહી છે કે કેમ તે વચ્ચે તપાસો. જ્યારે ચીઝ પીગળી જાય, ત્યારે ગાર્લિક બ્રેડ તૈયાર છે. ગાર્લિક બ્રેડ પર ઓરેગાનો અને ચિલી ફ્લેક્સ ઉમેરો. તમે તેને સાદા ખાઈ શકો છો અથવા તેને ચટણી સાથે સર્વ કરી શકો છો.