ઘરે રોટલી વધી હોય તો હવે એને ફેંકશો નહિં પરંતુ આ રીતે ઘરે બનાવો રોટલીનો ક્રિસ્પી ચેવડો. આ ચેવડો ટેસ્ટમાં બહુ જ મસ્ત લાગે છે. આ ચેવડામાં ગળપણ હોવાથી ડિશમાં લઇને એકલો પણ ખાઇ શકો છો. રોટલીનો આ ક્રિસ્પી ચેવડો ખાવાની બહુ જ મજા આવે છે. તમારા ઘરે વધેલી રોટલીમાં તમે આ રીતે ક્રિસ્પી ચેવડો બનાવી શકો છો. તો જાણી લો તમે પણ કેવી રીતે આ ચેવડો ઘરે બનાવશો. રોટલીનો ચેવડો બનાવવાની સામગ્રી 1. 7 થી 8 વધેલી રોટલી 2. મીઠા લીમડાના પાન 3. ઝીણુ સમારેલુ લીલુ મરચુ 4. તેલ 5. હળદર 6. મરચુ 7. મીઠું સ્વાદાનુંસાર 8. રાઇ 9. તલ 10. હિંગ 11. બૂરું ખાંડ 12. સમારેલા કાજુ 13. બદામ રોટલીનો ચેવડો બનાવવાની રીત - રોટલીનો ક્રિસ્પી ચેવડો બનાવવા માટે સૌ પ્રથમ રોટલીના નાનાં-નાનાં ટુકડા કરી લો. - હવે એક કડાઇમાં તેલ લો. - તેલ થાય એટલે એમાં રાઇ, હિંગ, કાજુના ટુકડા, બદામ નાંખો. - ઉપરની આ બધી વસ્તુઓ બે સેકન્ડ માટે તળો અને પછી હળદર અને તેલમાં હિંગ, મરચું અને હળદર એડ કરી દો. - આ પ્રોસેસ થઇ જાય પછી બધા રોટલીના ટુકડા કડાઇમાં નાંખો. - રોટલીને ત્યાં સુધી થવા દો જ્યાં સુધી એ ક્રિસ્પી થાય. - રોટલી ક્રિસ્પી થઇ જાય પછી એમાં મીઠું અને બુરુ ખાંડ ઉમેરો. - હવે રોટલી ચેવડા જેવી કડક થઇ જાય એટલે ગેસ બંધ કરી દો. - તમારા ઘરમાં બધાને દ્રાક્ષ ભાવતી હોય તો તમે દ્રાક્ષ પણ નાંખી શકો છો. - આ સાથે જ તમે આ ચેવડામાં ડ્રાયફ્રૂટ્સ વધારે પણ એડ કરી શકો છો. - તમે આ રોટલીમાં કોથમીર નાંખીને પણ ખાઇ શકો છો. તો તૈયાર છે રોટલીનો ક્રિસ્પી ચેવડો. આ રોટલીના ચેવડાને તમે ઓછામાં ઓછી 15 થી 20 દિવસ જેટલી સ્ટોર કરી શકો છો. આ રોટલી તમે ઘરે આવેલા મહેમાનને આપો છો તો એમને પણ ખાવાની મજા પડી જાય છે.