અન્ય જિલ્લામાંથી પ્રમોશન સાથે 3 પીઆઈની મોરબી જિલ્લામાં નિમણૂક આપાઈ મોરબી : ગુજરાત સરકાર દ્વારા પોલીસ અધિકારીઓને દિવાળીનું બોનસ રૂપે પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં 2010ના 380 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતા પીએસઆઈને પણ પીઆઇ તરીકે પ્રમોશન મળ્યા છે. જેમાં વાંકાનેર સીટીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા એ.બી.જાડેજાને પીઆઈ તરીકે બઢતી આપી વડોદરા સીટીમાં મુકાયા છે. જ્યારે માળીયા મિયાણા પીએસઆઈ અને હાલ લિવ ઓન રિઝર્વ પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં જે.ડી.ઝાલાને પ્રમોશન આપી એસીબી પીઆઈ તરીકે ગાંધીનગર મુકવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર તાલુકામાં ફરજ બજાવી ચૂકેલા પીએસઆઈ અને તાજેતરમાં ભાવનગર જિલ્લામાં બદલી થયેલા એસ.એ.ગોહિલની પીઆઈ તરીકે બઢતી આપી અમદાવાદ શહેરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે મોરબી તાલુકા પીએસઆઈ એમ.વી.પટેલને પ્રમોશન આપી એસીબી પીઆઈ તરીકે નિમણુંક અપાઈ છે. તેમજ મોરબી જિલ્લા ટ્રાફિક પીએસઆઈ પી.આર.વાઘેલાને અમરેલી જીલ્લામાં પીઆઈ તરીકે બઢતી આપી નિમણુંક કરાઈ છે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં ત્રણ નવા પીઆઈ ની નિમણુંક કરવામાં આવી છે. જેમાં જામનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવત જી.જે.ગામીત, અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે ફરજ બજવતા એસ.જી.ખાંભલા અને આઈબીમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ વી.એલ.સાકરીયાને પીઆઈ તરીકે બઢતી આપી મોરબી જીલ્લા મુકવામાં આવ્યા છે. [gallery columns='4' td_select_gallery_slide='slide' ids='74931,74932,74933,74934,74935']