મોરબી : મોરબી જિલ્લામાં ટુ-વ્હીલર માટે GJ36AA, GJ36AB, GJ36AE, GJ36AG, GJ36AH, GJ36AK તથા ફોર વ્હીલર માટે GJ36AF, GJ36AJ તથા ટ્રાન્સપોર્ટ વાહન માટે GJ36X તથા થ્રી-વ્હીલર માટે GJ36W સીરીઝ માટેના તમામ નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા:-25 થી શરુ થનાર છે. તા:-25થી તા:-27 સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા:-27થી 29 સુધી બીડીંગ પ્રોસેસ રહેશે. તથા તા:-29ના રોજ ઓક્શનનુ પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. ઉપરાંત બાકી રકમનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી 2 દિવસમાં ઉપરોક્ત વેબ સાઈટ પર જઈને કરવાનું રહેશે. જેથી પસંદગી મેળવવા ઇચ્છુક વ્યક્તીએ કાર્યવાહી કરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.