મોરબી : મોરબી શહેરમાં રામદેવનગરમાં વર્ષો બાદ સીસીરોડ બનતા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તકે રહીશોમાં ખુશીની લહેર જોવા મળી હતી અને ઉત્સવ જેવું વાતાવરણ સર્જાયું હતું. મોરબી શહેર ખાતે વોર્ડ નં. 4માં સો ઓરડી મેઈન રોડ પર રામદેવનગરમાં RCC રોડનું કામ પૂરું થયા બાદ સોસાયટીના તમામ વ્યક્તિઓએ તંત્રનો આભર માન્યો હતો. તેમજ મુખ્ય મહેમાને રીબીન કાપી રોડ ખુલ્લો મૂક્યો હતો. રોડના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી, કાઉન્સિલર મનીષાબેન સોલંકી, મોરબી શહેર યુવા ભાજપનાં કોષાઘ્યક્ષ મહેશભાઇ સોલંકી હાજર રહ્યા હતા. વર્ષો બાદ અંદાજે 500 મીટરનો રોડ નવો બનતા સ્થાનિકોમાં ખુશી છવાઇ ગઇ હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..