મોરબી : મોરબી નગરપાલિકાએ પોલીસ લાઈન પાસે વાઘપરાથી લખધીર ચોક સુઘી બનાવેલ આર.સી.સી. રોડ ૧૦ જ દિવસમાં તુટી ગયો છે. આ તે કેવા રોડ કે રોડ બનાવીને પ્રજા તેનો ઉપયોગ કરે તે પહેલાં જ તુટી જાય. મોરબીની પ્રજાના પૈસાનો બેફામ ગેરઉપયોગ મોરબી નગરપાલિકાના ભાજપ અને કોંગ્રેસના સત્તાધારીઓ કરે છે. આ તો એક માત્ર નમૂનો છે. આવા તો નવા બનેલા તમામ રોડ નબળી ગુણવતાના બનાવેલ છે. નથી અઘિકારીને આ બાબત જોવાની કે નથી પદાધિકારીને આ બાબત જોવાની જવાબદારી. નવાઈની વાત તો એ છે કે રોડ-રસ્તાના કામ નિયમ મુજબ થાય છે, તે જોવા એન્જીનીયર પણ કાયમી નથી. તો આ રાજકીય પક્ષો પ્રજાના કરવેરાના રૂપિયાનો ઉપયોગ પોતાના અંગત હીત ખાતર કરે છે તે સાબિત થાય છે. 'આપ'ની માંગણી છે કે જેટલા રોડ-રસ્તાના નબળા કામ કરેલ છે. તે કોન્ટ્રાકટ પાસેથી પૈસા વસૂલ કરી ફરી રોડ સારા બનાવાય અને જવાબદાર અઘિકારી-પદાધિકારી સામે કાયદેસરના પગલાં લેવામાં આવે અને કોન્ટ્રાકટર પાસેથી તમામ પૈસા વસૂલ કરવામાં આવે. તેમ આમ આદમી પાર્ટી મોરબીના પ્રમુખ મહેશ રાજ્યગુરુએ યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate