સામાજિક આગેવાન દ્વારા ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરાઈ મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર અસામાન્ય વાહનોના ઘસારાને કારણે ટ્રાફિકનું વધુ ભારણ રહે છે. આથી, શનાળા રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે શનાળા રોડ પાછળના માર્ગને આરસીસીથી મઢાવીને વાહનો ડાયવર્ટ કરવાની માંગ સાથ સામાજિક આગેવાન બીપીનભાઈ વ્યાસ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ શનાળા રોડનો પાછળનો રોડ જે ઓમ શાંતિ વિદ્યાલયથી મણીધર હનુમાનજી મંદિર સુધી નીકળે છે. તેથી, આ રસ્તા ઉપર આવતા તમામ જીઇબીના વિજપોલ, સબ સ્ટેશનો તેમજ અન્ય દબાણો દૂર કરીને સીસીરોડ અથવા ડામર રોડ બનાવી આ માર્ગ ઉપર નાના વાહનો ડાયવર્ટ કરવામાં આવે તો શનાળા રોડ ઉપર ટ્રાફિકનું ઘણું ભારણ ધટી જશે અને ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. તેથી, વીજતંત્ર સાથે સંકલન સાધીને તાત્કાલિક શનાળા રોડના પાછળ રોડ બનાવવાની તેઓએ માગણી ઉઠાવી છે.