વિકાસ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરતું એબીવીપી મોરબી : મોરબી અનાથાશ્રમની બાળાઓએ આજે બી-ડિવિઝન પોલીસ મથકના પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી. રક્ષાબંધનના પવિત્રપર્વની અનોખી ઉજવણીના દ્રશ્યો મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાં જોવા મળ્યા હતા જેમાં અનાથાશ્રમની બાળાઓએ સમાજની સુરક્ષા કરતા પોલીસ જવાનોને હેતથી રાખડી બાંધી લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત વિકાસ વિદ્યાલયમાં રક્ષાબંધન પર્વની એબીવીપી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા આજે વિકાસ વિદ્યાલયની અનાથબાળાઓ સાથે રક્ષાબંધનપર્વની ઉજવણી કરવામાં આવી હતી.તેમજ એબીવીપી દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ સોનારા તથા અન્ય પોલીસ સ્ટાફને રક્ષા રૂપે રાખડી બાંધવામાં આવી હતી. [gallery td_select_gallery_slide='slide' size='large' ids='7916,7915,7913,7914,7912']