મોરબી : આગામી 22મી જાન્યુઆરીએ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે સમગ્ર શહેર પણ રામમય બન્યું છે. રવાપર ગામના ફ્લોરા 158માં ભગવાન જય શ્રી રામના મોટા પોસ્ટરો લગાવાયા છે તેમજ ઘરે ઘરે ધજાઓ લગાવાઈ છે. આ ઉપરાંત મહાઆરતી, બપોરે અને સાંજે એમ બે ટાઈમ પ્રસાદ તેમજ ચાર વાગ્યે ધૂન બોલવામાં આવશે. આ ઉપરાંત અયોધ્યા મંદિરના નિદર્શન માટે એલઇડી સ્ક્રીન પણ મુકવામાં આવી છે.