નગર દરવાજે પીધેલી હાલતમાં એક ઝડપાયો મોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમે રવાપર - ઘુનડા રોડ ઉપર અલ્ટરોઝ કારમાં ડમડમ હાલતમાં નીકળેલા બે શખ્સોને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવી નશો ઉતારી દીધો હતો.ઉપરાંત નગર દરવાજા ચોકમાંથી બાઈક સવાર યુવાનને પીધેલી હાલતમાં ઝડપી લેવાયો હતો. મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રવાપર - ઘુનડા રોડ ઉપર એક અલ્ટરોઝ કાર સર્પાકાર ગતિએ પસાર થતા અટકાવી તલાશી લેતા કાર ચાલક નીતીનભાઇ ઉર્ફે મુકેશભાઇ જેઠાલાલ બાવરવા, રહે. ઉમીયા સર્કલ પાસે શ્રીજી સોસાયટી પી.જી.કલોક પાછળ મુળ રહે.બરવાળા અને અશોકભાઇ લાલજીભાઇ બાવરવા રહે.બરવાળા નામના બન્ને ઈસમો નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા. અન્ય એક કિસ્સામાં પોલીસે નગર દરવાજા ચોકમાંથી પરેશભાઇ રામભાઇ પંચાસરા, રહે.મોરબી શનાળા રોડ શકિતપ્લોટ વાળાને મોટર સાયકલ ઉપર પીધેલી હાલતમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બન્ને મામલે પોલીસે રૂપિયા બે લાખની કિંમતની કાર તેમજ 20 હજારની કિંમતનું મોટર સાયકલ કબ્જે લઈ ત્રણેય ઇસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.