રવિવારી બજારમાં એક લાખથી વધુ પરપ્રાંતિયો અને સ્થાનિકો કરે છે ખરીદીમોરબી : ગુજરી બજારની સાથે અલગ-અલગ વારના નામથી જાણીતી બજાર સમગ્ર રાજ્યમાં ભરાતી હોય છે ત્યારે મોરબીમાં પણ દરરોજ અલગ અલગ વિસ્તારમાં બજાર ભરાય છે જેમાં રવિવારે પાડા પુલ નીચે ભરાતી બજાર કઈક અલગ અનોખી છે, રવિવારી તરીકે ઓળખાતી સૌથી મોટી મોલને ટક્કર મારે તેવી આ બજારમાં 10 રૂપિયાથી લઈ 800 સુધીની તમામ વસ્તુઓ વેચાઈ છે અને મોરબી જ નહીં આજુબાજુના ગામો અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના શ્રમિકો અહીંના મુખ્ય ગ્રાહકો છે, એક અંદાજ મુજબ અહીં 2500 જેટલા વેપારીઓ એક જ દિવસમાં 40 લાખનો વેપાર કરે છે.સીરામીક નગરી મોરબીમાં રોજગારી મેળવવા આવતા ભારતભરના શ્રમિકો વસવાટ કરતા હોય શહેરની બજારમાં કાયમી ઘરાકીનો અનોખો નજારો જોવા મળે છે જેમાં ખાસ કરીને શહેરના પાડા પુલ નીચે ભરાતી રવિવારી બજારનો તો રંગ જ નિરાળો છે. સ્થાનિક ઉપરાંત આજુબાજુના ગામડાઓના લોકો તેમજ સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો મુખ્યત્વે રવિવારી બજારમાં જ ખરીદી માટે આવતા હોય અહીં સવારથી સાંજ હકડેઠઠ ભીડ જામે છે. રવિવારી બજારમાં 10 રૂપિયાથી લઈ 200 રૂપિયા સુધીના વસ્ત્રો મળવાની સાથે જીવનજરૂરી તમામ ચીજવસ્તુઓ અને મોજશોખની આઇટમો પણ સસ્તાદરે મળી રહે છે.મોરબીની સૌથી મોટી રવિવારી બજારમાં મોરબી ઉપરાંત રાજકોટ, ગોંડલ, જેતપુર, સહિતના શહેરોમાંથી 2500થી વધુ લોકો વેપાર કરવા આવે છે. ખાસ કરીને મોરબીમાં દાહોદ, યુપી, એમપી, રાજેસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોના 1 લાખથી વધુ પરપ્રાંતીય મજૂરો મજૂરી કરવા આવતા હોય રવિવારની આ બજારમાં આવી અને પોતાના જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ખરીદે છે અને રવિવારે એક જ દિવસમાં લાખોનું ટર્નઓવર થાય છે.__________________________________________રવિવારી બજારમા વસ્તુઓનો ખજાનોમોરબીમાં ભરાતી રવિવારી બજારમાં 10 રૂપિયાથી માંડીને 200 રૂપિયા સુધીના વસ્ત્રો, 400 થી 500 વાળી સાળી ફક્ત રૂપિયા 100મા મળે છે. ઉપરાંત હાલમાં શિયાળો શરૂ થતાં અહીં 20 રૂપિયાથી માંડી ને 800 રૂપિયા સુધીના ગરમ વસ્ત્રો પણ મળે છે. આ ઉપરાંત 200થી લઈ 450 સુધીમાં સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ પણ મળે છે.__________________________________________મોલ જેવી બજારમાં મરી મસાલાથી લઈ ખેતી, ગેરેજના ઓજાર પણ મળેરવિવારી તરીકે ઓળખાતી મોરબીની બજારમાં તમામ ઘર વખરી, મરી મસાલા, મરચું, હળદર, ધાણાજીરું, શાકભાજી, ફ્રુટ, કટલેરી, તાળા - ચાવી, વાસણો, ગેરેજ અને ખેતીના ઓઝારો, રજાઈ, ઘુસા, કાજુ, બદામ, કિસમિસ, બાળકો માટેના રમકડાં, બુટ, ચપલ, ઘડિયાળ, સુશોભન ની વસ્તુઓ, ગાદલા, ઓશિકાઓ, સહિતની માંગો તે આઈટમ મળે છે.__________________________________________રવિવારી બજારમાં પલંગ ભાડે આપવાનો ધીકતો ધંધોરવિવારી બજારમાં બહારગામથી આવતા વેપારીઓ પોતાની દુકાન લોખંડના પલંગ ઉપર સજાવી વેપાર કરતા હોય રવિવારી બજારમાં પલંગ ભાડે આપવાનો પણ ધીકતો ધંધો ચાલે છે અહીં વેપારીઓને 70 રૂપિયામાં પલંગ ભાડે આપવામાં આવે છે.__________________________________________