મોરબી : ગુર્જર (વાઢારા) પરિવાર દ્વારા રવિવારે લાયન્સનગર ખાતે રવેચી માતાજીના નવરંગા માંડવાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવલખી રોડ સ્થિત લાયન્સનગરમા, લાયન્સ સ્કૂલ પાછળ આવેલા ગુર્જર (વાઢારા) પરિવારના કુળદેવી રવેચી માતાજીના મઢ ખાતે તારીખ 16 ફેબ્રુઆરીને રવિવારે માતાજીના નવરંગા માંડવાનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 24 કલાક ચાલનાર આ ધાર્મિક ઉત્સવમાં દિવસ દરમ્યાન મોમાઈમાં, ખોડીયારમાં, શિકોતરમાં, આશાપુરા માતાજી તથા અંબાજી માતાજી સહિતની શક્તિઓના સામૈયા બાદ ગુણગાન તેમજ આરાધના કરવામાં આવનાર છે. આ પ્રસંગે સાંજે મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નવરંગા માંડવાના આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ ડાક કલાકાર ધર્મેશભાઈ રાવળ સહિતના કલાકારો માતાજીની આરાધનામાં ડાકની રમઝટ બોલાવશે. તો આ કાર્યક્રમનો ધર્મલાભ લેવા આયોજક ભાવેશભાઈ ગુર્જર તેમજ ગુરુ ભુવા શ્રી બાબુભાઇ કુંવરિયા, બાબુભાઇ દેલવાડિયા તથા અન્ય સેવકગણે જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.