ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 2.12નો મુદ્દામાલ જપ્ત કર્યો ટંકારા : ટંકારા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સ્વીફ્ટ કારમાં દેશી દારૂનો જંગી જથ્થો લઈને નીકળેલા રવિ નામના શખ્સને ઝડપી લઈ દેશી દારૂનો જથ્થો આપનાર મનસુખનું નામ ખોલવામાં સફળતા મેળવી છે. ટંકારા પોલીસે બાતમીને આધારે મારૂતી સુઝુકી સ્વીફ્ટ કાર નંબર GJ-10-AC 772 વાળીમા દેશીદારૂની હેરફેર પકડી પાડી જુદા જુદા બાચકામાં ભરેલ દેશીદારૂ લીટર 600, કિંમત રૂપિયા 12000 તેમજ સ્વીફ્ટ કાર કિંમત રૂ.2 લાખ સાથે મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા આરોપી રવિ હેમંતભાઈ કુવરીયા ઉ.વ.૨૫ વાળાને ઝડપી લીધો હતો. આરોપી રવિની પ્રાથમિક પૂછતાછમાં દેશી દારૂનો આ જથ્થો આરોપી મનસુખ કોળીએ ભરી આપ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ પ્રોહિબિશન એકટ મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે. આ કામગીરી ટંકારા પીએસઆઈ બી.ડી.પરમાર, સર્વલન્સ સ્કવોડના પોલીસ હેડ કોન્સટેબલ આઈ.ટી.જામ, પો.કોન્સ હિતેષભાઈ ચાવડા, ખાલીદખાન રફિકખાન, સિધ્ધરાજસિહ અર્જુનસિંહ સહિતના સ્ટાફે કરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..