મોરબી : મોરબીના રવાપર ગામની સહજાનંદ શેરીમાં આવેલ રામસેતુ સોસાયટીમાં ફ્લેટની ગટરોનું પાણી ઉભરાતું હોવાથી આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે અને દુર્ગંધ આવે છે. જેથી, સોસાયટીમાં રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ સમસ્યા બાબતે રવાપર ગામના સરપંચને રજૂઆત કરવામાં આવી હતી. છતાં કોઈ પગલાં ન લેવામાં આવ્યા નથી. આથી, ટેનામેન્ટમાં રહેતા લોકો આ સમસ્યાથી ત્રાસી ગયા છે. વહેલામાં વહેલી તકે આ સમસ્યાનું નિવારણ કરવામાં આવે, તેવી માંગ સોસાયટીના લોકો દ્વારા કરવામાં આવી છે. [gallery ids='105056,105057']