મોડી સાંજે જનાદેશ જાહેર, કહી ગમ કહી ખુશી જેવો માહોલ મોરબી : મોરબી જિલ્લાની સૌથી મોટી ગણાતી અને રિયલ એસ્ટેટ હબ સમાન રવાપર ગ્રામ પંચાયતનું પરીણામ જાહેર થઈ ગયું છે. જિલ્લાની સૌથી હાઈ વોલ્ટેજ ગણાતી એવી આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે નીતિનભાઈ ભટ્ટાસણાનો વિજય થયો છે. તેમના ઉપર ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે. મોરબી જિલ્લાની સૌથી મોટી એટલે કે 12794 મતદાર ધરાવતી રવાપર ગ્રામ પંચાયત કબ્જે કરવા કીટલી,કાતર, ઘડો, સિલાઈ મશીન, ઈસ્ત્રી, પ્રેસર કુકર સહિતના ચૂંટણી ચિન્હો સાથે સરપંચ અને સભ્ય બનવા થનગનતા યુવાઓ અને પાકા રાજકારણીઓ પણ મેદાનમાં ઉતર્યા હતા. રવાપર ગ્રામ પંચાયત હેઠળ 6550 પુરુષ અને 6244 મહિલા મતદારો નોંધાયેલા છે અને મોટાભાગના મતદારો યુવા અને શિક્ષિત હોય પ્રતિષ્ઠા ભર્યા આ ચૂંટણી જંગમાં મતદારોએ હોંશભેર મતદાન કર્યું હતું. મોરબીના મોટાભાગના પોશ વિસ્તાર અને સીરામીક ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં જ રહેતા હોવા ઉપરાંત શહેરની ભાગોળે આવેલ રવાપર રિયલ એસ્ટેટનું પણ હબ ગણાતું હોય અહીંની ગ્રામ પંચાયતની ચૂંટણી સમગ્ર જિલ્લામાં હાઈ વોલ્ટેજ બની રહી છે. ત્યારે અંતે આજે જનાદેશ જાહેર થયો છે. જેમાં નીતિનભાઈ રૂગનાથભાઈ ભટ્ટાસણાની 734 મતની લીડથી જીત થઈ છે. વોર્ડ વાઇઝ વિજેતાઓની યાદી વોર્ડ નં.1માં સગુણાબેન મહેન્દ્રકુમાર ચાડમિયા 107 મતની લીડથી વિજેતા વોર્ડ નં. 2માં સિદ્ધાર્થ દલસુખભાઈ ચારોલા 14 મતની લીડથી વિજેતા વોર્ડ નં.3માં કિશોરભાઈ ગોવિંદભાઇ સાગઠિયા વિજેતા વોર્ડ નં.4માં કરણ લલિતભાઈ કાસુન્દ્રા ફક્ત 4 મતની લીડથી વિજેતા વોર્ડ નં. 5માં અરવિંદભાઈ ભાણજીભાઈ વરમોરા 6 મતની લીડથી વિજેતા વોર્ડ નં.6માં પરેશભાઈ મનજીભાઈ રાંકજા 142 મતની લીડથી વિજેતા વોર્ડ નં.7માં વિનોદભાઈ ગણેશભાઇ ઘોડાસરા 241 મતની લીડથી વિજેતા વોર્ડ નં.8માં શૈલેષભાઇ અંબારામભાઈ ભટ્ટાસણા 175 મતની લીડથી વિજેતા વોર્ડ નં.9માં સુરેશભાઈ ચતુરભાઈ માકાસણા 53 મતની લીડથી વિજેતા વોર્ડ નં 10માં નિર્મળાબેન મગનભાઈ ભાલોડિયા 58 મતની લીડથી વિજેતા વોર્ડ નં.11માં ગીતાબેન દિલીપભાઈ અધારા 40 મતની લીડથી વિજેતા વોર્ડ નં.12માં ભારતીબેન ભીખાભાઇ જારીયા 66 મતની લીડથી વિજેતા વોર્ડ નં.13માં ભાવનાબેન કાંતિલાલ રાણસરિયા 94 મતની લીડથી વિજેતા વોર્ડ નં.14માં પુષ્પાબેન દીપકભાઈ ફુલતરિયા 96 મતની લીડથી વિજેતા વોર્ડ નં.15માં વીણાબેન અંબારામભાઈ અઘારા 98 મતની લીડથી વિજેતા વોર્ડ નં. 16 ઉર્મિલાબેન અરુણકુમાર વિડજા 25 મતની લીડથી વિજેતા