મોરબી : મોરબી તાલુકાના રવાપર સી.આર.સી. કો-ઓર્ડિનેટરની બદલી થતા તેમને વિદાયમાન આપવા તેમજ નવા નિમાયેલા સી.આર.સી.ને આવકારવા સમારોહ યોજવામાં આવ્યો હતો. રવાપર કલસ્ટરના સીઆરસી કો - ઓર્ડિનેટર સંદીપ બી. આદ્રોજાની (પૂર્વ બીઆરસીસી, મોરબી અને પ્રમુખ, મોરબી તાલુકા ગ્રામ્ય પ્રા.શિ. સંઘ) માગણીથી મોરબીની તા.શા.નં.1 ના સીઆરસી કો-ઓર્ડીનેટર તરીકે નિયુક્તિ થતા રવાપર ક્લસ્ટર શિક્ષક પરિવાર દ્વારા સંદીપ બી. આદ્રોજાનો વિદાયમાન સમારોહ અને રવાપર કલસ્ટરના નવા નિમાયેલ સી.આર.સી.કો. ઓર્ડીનેટર ભરતભાઈ મોઢવાડીયાનો સ્વાગત સમારોહ રવાપર તાલુકા શાળા ખાતે ક્લસ્ટરના તમામ શિક્ષકોની હાજરીમાં યોજાયો હતો. સમારોહની શરૂઆત મૌન પ્રાર્થના સને સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ તકે અદેપર શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલા દ્વારા શાબ્દિક સ્વાગત કરી કલસ્ટરના સિનિયર શિક્ષક અને શિક્ષક સહકારી મંડળીના કારોબારી સભ્ય મગનભાઈ અંબાણી તેમજ મોરબી જિલ્લા પ્રા.શિ. સંઘના ઉપપ્રમુખ અને તેજાણી વાડી પ્રા. શાળાના આચાર્ય જયેશભાઈ એમ.કલોલાએ પોતાના ભાવ પ્રતિભાવ પ્રસ્તુત કર્યા હતા. કલસ્ટરના સૌ શિક્ષકો વતી વિદાયમાન લેતા તેમજ નવનિયુક્ત સી. આર.સી.કો.ઓર્ડિ.ને શાલ, બુકે અને વિશિષ્ટ મોમેન્ટો અર્પિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં નવનિયુક્ત સી.આર.સી. કો.ઓર્ડિ. ભરત મોઢવાડિયાએ સૌએ સહિયારા પ્રયત્નોથી શૈક્ષણિક વિકાસ માટેની પહેલ કરી હતી. વિદાયમાન થતા સી.આર.સી.કો.ઓર્ડિ. સંદીપ બી.આદ્રોજાએ કલસ્ટરના સૌ શિક્ષક ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કરી રવાપર ટીમ પ્રત્યેના તેમના અનુભવો પ્રસ્તુત કર્યા હતા. તેમના તરફથી ક્લસ્ટરની તમામ શાળાઓને કષ્ટભંજન દેવની તસવીર અર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે લખધીરનગર પ્રા. શાળાના મુખ્યશિક્ષક રાવતભાઈ કાનગડે આભાર દર્શન પ્રસ્તુત કર્યુ હતું અને સમારોહના અંતે વિદાયમાન થતા સી.આર.સી. કો.ઓર્ડિ સંદીપ બી. આદ્રોજા તરફથી ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. સમારોહનું સફળ સંચાલન ઘુનડા (સ.) પ્રા. શાળાના શિક્ષક શૈલેષ એ. ઝાલરીયા દ્વારા કરાયું હતું. રવાપર તાલુકા શાળાના મુખ્યશિક્ષક હિરેન એન. ધોરીયાણી અને તેમના સ્ટાફ પરિવાર દ્વારા સમારોહ માટેની ઉચિત સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..