મોરબી: બુધવારે ઠેર ઠેર દશેરાની ઉજવણી નિમિત્તે રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે જેતપર ગામે મિત્ર મંડળ (ખત્રી વાળી શેરી) દ્વારા પણ રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તારીખ 5 ઓક્ટોબરને બુધવારના રોજ રાત્રે 12 કલાકે જેતપર ગામે બસ સ્ટેન્ડ પાસે મિત્ર મંડળ (ખત્રી વાળી શેરી) દ્વારા રાવણ દહન કરવામાં આવશે. ત્યારે આ કાર્યક્રમમાં પધારવા સૌને આમંત્રણ પાઠવાયું છે.