મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા આજે વિજયાદશમી નિમિત્તે એલઇ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આજે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારે વરસાદને કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. સતત વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મોરબીના તમામ નાગરિકોને આ ફેરફારની નોંધ લેવા માટે મહાપાલિકાએ અપીલ કરી છે.